પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

શનિવાર, 12 જૂન, 2021

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

  💥🌀🌐 G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?


(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો. ( નીચે તેની લિંક આપેલ છે )


(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો.


(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો.



(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે.


(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો.


(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો. (બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો )મેળવવા આપની શાળાના વર્ગ શિક્ષકનો સંપર્ક કરવો.)


(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે.



(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે.


(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.


(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો.


(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે.


(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે.


🌀🌐 G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે.



➡️ G-SHALA APP DOWNLOAD CLICK HERE



ટિપ્પણીઓ નથી: