પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

જોડકણાં


:~> વાઘ કેરી હું છું માસી
ઘરના ખુણે રહેતી બેસી,
ઉંદર જાય જો ઘરમાં પેસી
કરતી તેની ઐસી તૈસી ~ બિલાડી

:~> કાળો છું રે કાળો છું
કા..... કા.... કરતો ઉડું છું,
એક આંખે કાણો છું
ને સફાઇનું કામ કરુ છું. ~ કાગડો

:~> હૂપ....હૂપ... કરતો હું આવ્યો
ડાળી, મકાન કૂદતો આવ્યો,
મગન કાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો. ~ વાંદરો

:~> મોતીયો, ડાગીયો મારુ નામ
રહેઠાણ મારુ આખું ગામ,
રક્ષણ કરવું મારુ કામ
તોય માંગું ના એકે દામ. ~ કૂતરો

:~> હું તો કરતો ચૂં....ચૂં...ચૂં...
નામ છે મારુ શું...શું...શું...
ભાળી જાઉં મીની માસી
થઇ જાતો હું છું...છું...છું... ~ ઉંદર

:~> પોચું પોચું ધોળું ધોળું
આમ દોડું તેમ દોડું,
જો કોઇને આવતાં ભાળું
ચાર પગે દોટ કાઢું ~ સસલું

:~> આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છું,
મોઢું છે પણ મૌન છું,
બોલો, હું કોણ છું ? ~ ઢીંગલી

:~> ચાંપ દબાવો જગ ઢંઢોળે,
'ઉંદર' સંગે બારીઓ ખોલે,
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો. ~ કમ્પ્યુટર

:~> કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે તે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે તે દાંત. ~ મકાઇ

:~> નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં છે બધે સૌની પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર. ~ જીભ

:~> હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર 'હલો' તે કહે. ~ મોબાઇલ

:~> મારે ટોડલે બેસે છે,
ટેહુંક ટેહુંક કરતો ભાઇ,
ઠૂમક...ઠૂમક.કળા કરે,
કલગીવાળો એ છે ભાઇ. ~ મોર

:~> કલબલ એ તો કરતી જાય,
ઠૂમકા મારે એ તો ભાઇ,
ચાલે એ તો ધીમી ચાલ,
નાના પરીવારની એ જાત. ~ કાબર

:~> રંગે એ તો કાળી છે,
બોલી સુમધુર એની ભાઇ,
કાગડાની તો દુશ્મન એ,
કુઉ..કુઉ..બોલે એ તો ભાઇ. ~ કોયલ

:~> એક પગે રામનામ જપે,
જગ એને ઠગ ભગત કહે,
નદી સરોવરે માછલી પકડે,
રંગે ધોળા એ છે ભાઇ. ~ બગલો

:~> ભલું ને એ છે ભોળું,
શાંતિદુત બનતું એ તો ભાઇ,
ઘૂ.....ઘૂ....ઘૂ....કરતું એ,
સંદેશા વાહક બનતુ એ તો. ~ કબૂતર

:~> લુચ્ચો ને છે કાળો,
કા...કા... બોલીવાળો,
એંઠવાડ એ તો સાફ કરે,
શ્રાદ્ધમાં એ હર ઘરે ફરે. ~ કાગડો

:~> પરોઢિયે એ તો બોલે છે,
સર્વેની નિદ્રા ભગાડે ભાઇ,
માથે એને કલગી સુંદર,
કૂકડે કૂક એ બોલતો ભાઇ. ~ કૂકડો

:~> ગળે કાંઠલો કાળો છે,
બહું રંગે એ લીલો છે ભાઇ,
લાલ ચાંચવાળો છે,
મરચાં એ બહું ખાય છે ભાઇ. ~ પોપટ

:~> ટહુકતી એ આંબા ડાળે,
બચ્ચાં ઉછેરતી કાગના માળે,
કાળા રંગે બહું કામણગારી,
મીઠાં ગીત ગાતી અલગારી. ~ કોયલ

:~> એક ગોળી એવી,
જે પોચી પોચી,
પટ વેલા ઉપર થાય.
જેને લોકો ઝટપટ ખાય. ~ દ્રાક્ષ

:~> મારી ગલીનો હું રાજા છું,
મારા માલિકને વફાદાર છું,
ઉપકાર એમના પૂરા કરવા,
આખી રાત હું જાગું છું. ~ કૂતરો

:~> ઉંદર મારો છે શિકાર,
વાઘ તણી છું માસી,
કૂતરો મારો છે દુશ્મન
જોઇ જાઉ તેને, તો જાઉં નાસી. ~ બિલાડી

:~> મારા પેટમાં એવી લાળ,
નીકળે એમાંથી લાંબા તાર,
લાળ કેરા તાંતણીયે,
બનાવું એવી જાળ,
મચ્છર, માખી ને ફૂંદી જાય એમાં ફસાઇ. ~ કરોળિયો

:~> ઘરની દીવાલોમાં રહું છુ,
જ્યાં જ્યાં દેખાય લાઇટ,
ત્યાં ત્યાં દોડી જાઉં છું,
લાઇટ કેરા અજવાળે આવતાં,
જીવડાંઓ હું ખાઉં છું. ~ ગરોળી

:~> લાંબી હોય ને ગોળ પણ હોય,
કાળું અને લીલું પણ હોય,
ભડકામાં ભરીને ખવાય,
બોલો એને શું કહેવાય ? ~ રીંગણ

:~> લીલાં રંગે જન્મ લીધો,
લાલ થયું ને વૃધ્ધ કીધો,
મોંમાં મૂકતાં પાણી બકતો,
છતાં મારા વગર રહી ન શકતો. ~ મરચું

:~> ડોક વાંકી ને રાતી ચાંચ,
એક પગે ઊભો ધરે ધ્યાન,
રંગ ભલેને હોય ધોળો,
કરતો એ કાળાં કામ. ~ બગલો

:~> કાળો છે પણ ચોટલો નહી,
લાંબો છે પણ લાકડી નહી,
વગર પગે દોડી જાય,
જોઇ માણસ ડરી જાય. ~ સાપ

:~> ઝીણી ઝીણી જંતુ એ,
દરમાં રેતી સાથે રહેતી ભાઇ,
દાણા નાના લઇને એ,
બાળ બચ્ચાં સાથે ખાતી ભાઇ. ~ કીડી

:~> કઠણ ને પથરાળો છે,
ગોળ ગોળ પીઠવાળો ભાઇ,
શરીર આખુંયે સંકોચે છે,
પાણીમાં રહેનારો ભાઇ. ~ કાચબો

:~> મૂંછો જેની વાંકી છે,
પૂંછડી વાંકી વાળો ભાઇ,
ડંખે એ તો ઝેરીલો છે,
દબાઇ જાય તો ડંખ મારતો ભાઇ. ~ વીંછીં

:~> કાળોતરો ને વળી લાંબો છે,
શત્રુ દેખી ફૂંફાડો મારતો ભાઇ,
દૂધ એ પીનારો છે,
ઊંચી ફેણવાળો ભાઇ ~ નાગ

:~> પાણી એનું ઘર ગણાય,
તાવનું જે મૂળ છે ભાઇ,
નાના મોંથી ડંખ મારે,
લોહી એ તો ચૂસતું ભાઇ. ~ મચ્છર

:~> ચોરની જે દાસી,
જ્યાં નાખે ત્યાં ચોટતી ભાઇ,
છે જંગલની રહેવાસી,
લાંબી જીભવાળી ભાઇ. ~ ચંદન ઘો

:~> પાણીમાં રહેનારો છું,
બહું લાંબી પૂંછવાળો ભાઇ,
કિનારે પડી રહેનારો છે,
રાક્ષસી દાંતવાળો ભાઇ. ~ મગર

:~> બહુરંગી એ તો છે,
ફરરર ઉડતું એ તો ભાઇ,
ખીલેલું ફૂલ ચૂસે છે,
કળીએ કળીએ ઘૂમતું ભાઇ. ~ પતંગિયું

:~> ગુન ગુન એ તો કરતો,
કાળોને વળી નાનો ભાઇ,
હર ફૂલો મહી ગુંજતો,
ભારે એ ડંખીલો ભાઇ. ~ ભમરો

:~> નાચણ સુંદર નાચતી
પીછાંનો પંખો બનાવતી
પંખાથી એ સુંદર લાગે
નાચ નાચતી ઝટ ભાગે.~> ચકલી

:~> ડાળ કોતરે થડ કોતરે
પતરંગો એમાં ઘર કરે
ઘરમાં પ્રવેશતો શાનથી
ખુશી થાય એની કમાલથી.~> લક્કડખોદ

:~> હું તો બેઠી આંબા ડાળ
કૂઉ કૂઉ કરું આખો દિવસ
કાળો કાળો મારો છે રંગ
સહુને સાંભળવો ગમે મારો કંઠ.~> કોયલ

:~> મરચાં મને બહું ભાવે
લોકો મને પાળવા ઘેર લાવે
સાંભળેલ શબ્દો બોલુ ઝટ
નામ છે મારુ..... . . . . .~> પોપટ

:~> તરતું હું સરરર... . .તળાવે
માછલી મને બહું જ ભાવે
ન ચૂકું હું માછલી પકડવાની તક
ન ઓળખ્યા હું છું.... . . .~> બતક

:~> કાળો કાળો છે મારો રંગ
ગંદવાડનો ગમે મને સંગ
કા. . કા. . હુંતો બોલુ ભાઇ
હું કરું પર્યાવરણની સફાઇ.~> કાગડો

:~> ઇનામ છે અમને કુદરતનું
શાંતિદૂત નામ લેવાય અમ જાતનું
પહેલાં અમે સંદેશાવાહક કહેવાતાં
શું.. . , નામે અમે ઓળખાતાં ?~> કબૂતર

:~> તા થૈ.... તા થૈ.... અમે નાચીએ
વર્ષાને આભેથી બોલાવીએ
પીંછાં સુંદર ફેલાવી કરીએ કલા
અમને તો જોતા રહે ભલભલા.~> મોર

:~> લાગે માળો મુજનો સુંદર
જાણે બનાવ્યું લટકતું દર
વખાણે સૌ મુજની કારીગરી
ન ઓળખ્યા ? હું છું . . .~> સુગરી 

:~> ચાંચ ચણ રાખી
મોં માં ચણ નાખી
ચકલી રાજી થાતી
ચીં ચીં ગાણું ગાતી.~> ચકલી

ટિપ્પણીઓ નથી: