પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

કહેવતો

:~> મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે - સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી.  

:~> મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો ! - સાચી સાબિતીનો અભાવ. 

:~> ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ આપવો નકામો. 

:~> તેજીને ટકોરાને ગધેડાને ડફણાં - બુદ્ધિશાળી સંકેતથી સમજે ને મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે છે.  

:~> કીડીને કણ ને હાથીને મણ - જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે મળી રહે છે. 

:~> ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે - લાંબી લાંબી વાતો કરનારથી કંઇ થઇ શકતું નથી. 

:~> કાગડો ઊડે તે જગ દેખે - ખરાબ કાર્યની પ્રસિદ્ધિ જલદી પ્રસરી જાય છે. 

:~> કાગને બેસવું ને ડાળને ભાંગવું - કાર્ય નિયતિ મુજબ થવાનું હોય છતા બહાનારૂપ થવું. 

:~> કીધે કુંભાર ગધેડે ન ચડે - માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે. :~> વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ન ભૂલે - માણસની વય બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે. 
 
:~> નાનું પણ નાગનું બચ્ચું ~ ઉંમર કે કદ નાનું પણ શક્તિ વધું. 

 :~> પટેલની ઘોડી પાદર સુધી ~ મર્યાદિત વિસ્તારમાં જ શક્તિમાન હોવું.
 

:~> ગામનું કૂતરુ પણ વ્હાલું ~ પોતાના ગામની વસ્તુ પ્રત્યે સ્નેહભાવ.
 

:~> ઊંટના અઢારેય વાંકાં ~ બધાં જ અપલક્ષણો હોવાં.
 

:~> દુઝણી ગાયની લાત પણ સારી ~ ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
 

:~> ગરજે ગધેડાને બાપ કહેવો પડે ~ ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે.
 

:~> લાકડી ભાંગે નહિ ને સાપ મરી જાય ~ નુકસાન વગર કામ થઇ જાય. :~> ઘરકી મુર્ગી દાલ કે બરાબર ~ ઘરની વ્યક્તિની કોઇ કદર કરતુ નથી.
 

:~> સિંહનાં ટોળાં ન હોય ~ બહાદુર માણસ એકલો જ હોય છે.
 

:~> તમારે કૂકડે સવાર ~ તમે જેમ કહો તેમ.
 

:~> છછુંદરનાં છયે સરખાં ~ એકેયમાં સારો ગુણ ન હોવો.
 

:~> પાડાને વાંકે પખાલીને ડામ ~ વાંક કોઇનો ને સજા બીજાને.
 

:~> ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠલા ~ પ્રતિકૂળતાને નિરખવા માટે યુક્તિ કરવી.
 

:~> કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ~ શેઠ કરતાં વાણોતર માથું મારે.
 

:~> કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે ~ લડાઇ કરનારા કદી સફળતા ન મેળવી શકે. :~> ગંજીનો 
કૂતરો ખાય નહિ કે ખાવા દે નહિ ~ અદેખો સ્વભાવ.
 

:~> ગાયને દોહીને કૂતરાને પાવું ~ મહેનતથી મેળવેલું વેડફી નાખવું. :~> ઘો મારવાની થાય 
ત્યારે અવળા વાડે જાય ~ વિનાશ થવાનો હોય ત્યારે અવળી બુદ્ધિ સુઝે.
 

:~> ઘરડી ઘોડી ને લાલ લગામ ~ ઘરડે ઘડપણ શોખ હોવા.
 

:~> ઘાણીનો બળદ ઠેર ના ઠેર ~ વૈતરુ કરનાર ઊંચે ન આવે.
 

:~> ચકલી નાની ને ફેડકો મોટો ~ ગજા ઉપરાંતની વાત કરવી.
 

:~> ધરમની ગાયના દાંત ના જોવાય ~ મફત મેળવેલી વસ્તુઓનો દોષ ન જોવાય.
 

:~> બકરું કાઢતા ઊંટ પેસે ~ નાનું વિધ્ન દૂર કરવા જતાં મોટું વિધ્ન આવી પડે.
 

:~> મારવો તો મીર ને હણવો તો હાથી ~ લાભ મેળવવો હોય તો પછી મોટો જ મેળવાય.
 

:~> મેરી બિલ્લી મુજ કો મ્યાઉં ~ જેને આશરો આપ્યો હોય તે જ બેવફાઇ કરે.
 

:~> વાંદરો કૂદે ખીલાના જોરે ~ માણસ મોટે ભાગે બીજાની મદદથી જ જોર કરતો હોય છે.
 

:~> ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ ~ જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું સ્મરણ થાય.
 

:~> ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો ~ બધા તમામ વસ્તુ ન ખાય એક વસ્તુ તો છોડે જ.
 

:~> કાગડાનું શ્રાદ્ધ સોળે દહાડા ~ સ્વમાન વગર જીવનારને બધા દિલસો સરખા હોય છે.
 

:~> કૂકડીનું મોં ઢેફલેથી રાજી ~ નાના માણસોને થોડેથી સંતોષી શકાય.



 *  અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.


* અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ 
આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)


* અધુરો ઘડો છલકાય ઘણો.


* અપના હાથ જગન્નાથ.


* અંતે ધર્મો જય, પાપો ક્ષય.


* અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.


* અન્ન એવો ઓડકાર.


* અતિની ગતિ નહીં.


* અક્કલ ઉધાર ન મળે.


* અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર.


* આપત્તિ તો કસોટી છે.


* આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.


* આપ ભલા તો જગ ભલા.


* આપશો તેવું પામશો.


* આપીને માગે તેની અક્કલ જાય આઘે.


* આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.


* આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.


* આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.


* આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ નહિ.


* આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.


* આપ સુખી તો જગ સુખી.


* આભાસથીય સરી જવાય છે, પડછાયો બની ન આવો, ઝાકળ સમ જીવી લઇશુ, સવારની ક્ષણો લઇ આવો.


* આગ લાગે ત્યારે કુવો ન ખોદાય.


* આપ સમાન બળ નહિ.


* આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.


* આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.


* આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી


* ઈશ્વર જે કરે તે સારા કાજે.


* ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.


* ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.


* ઉકરડાને વધતાં વાર શી?


* ઉજળું એટલું દુધ નહિ.


* ઉજળે લુગડે ડાઘ બેસે.


* ઉઠ પ્હાણા પગ પર.


* ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.


* ઉતર્યો અમલદાર કોડીનો.


* ઉજ્જડ ગામે એરંડો પ્રધાન.


* ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )


* ઇશ્વર જ સર્વ શ્રેષ્ઠ છે.


* સાચાને સાચવનાર ઇશ્વર.


* ઉકલ્યો કોયડો કોડીનો ઉતાવળે આંબા ન પાકે


* કુંડુ કથરોટને ન નડે.


* કપાળે કપાળે જુદી મતિ.


* કીડીને કણ ને હાથીને મણ.


* કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.


* કડવુ ઓસડ માતા જ પાય. ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )


* કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુ, ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ, મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક કહે મહારાજ.


* કુતરાની પુછડી વાકી ને વાકી.


* કાગડો દહીંથરુ લઈ ગયો.


* કાચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને સગપણમાં સાટું.


* ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી.


* કુતરુ કાઢતા બિલાડુ પેઠુ; બકરુ કાઢતા ઊંટ પેઠુ.


* કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.


* કુવામાં હોય તો હવાડા માં આવે.


* કાળો અક્ષર ભેંસ બરાબર.


* કરવો હતો કંસાર અને થઇ ગઇ થુલી.


* ખાળે ડુચાને દરવાજા ઉઘાડા.


* ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી.


* ખાય ઇ ખમે.


* ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.


* ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.


* ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.


* ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર ઊના પાણી.


* ઘોડે સ્વારી કરતો બાપ મરજો, પણ દળણા દળતી મા ન મરજો.


* ઘેર ઘેર માટીના ચૂલા.


* ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય.


* ચોર ને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતો રહેજે.


* જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.


* જીભને હોઠથી છેટુ.


* જંગ જીત્યો રે મારો કાણીયો, જબ બહુ ચલે તબ જાણીયો


* જંપનો પૈસો ન હોવો.


* જેવો દેશ તેવો વેશ.


* જેવો સંગ તેવો રંગ.


* જેની લાઠી એની ભેંસ.


* જેવું વાવો તેવુ લણો.


* જેવી દૃષ્ટી તેવી શૃષ્ટી.


* ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.


* ઝાઝા હાથ રળીયામણા.


* ઝાઝા હાથ રળીયામણા અને ઝાઝા મોઢા અદીઠ.

ટિપ્પણીઓ નથી: