પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2024

NMMS-2024 EXAM NOTIFICATION (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના-૨૦૨૪)







 NMMS પરીક્ષા માટે

(૧) ૨૦/૦૨/૨૦૨૪ થી ૨૮/૦૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરાશે.

(૨) ૦૭/૦૪/૨૦૨૪ ના રોજ પરીક્ષા યોજાશે

(૩) વાલીની વાર્ષિક આવક રૂપિયા ૩૫૦૦૦૦/- ત્રણ લાખ પચાસ હજારથી વધવી ના જોઈએ. આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.

(૪) પરીક્ષા ફી રૂપિયા ૭૦/- રહેશે. અનુસચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ફી રૂપિયા ૫૦/- ચુકવવાની રહેશે.

(૫) કુલ ૧૮૦ ગુણનું પેપર. જે પૈકી ૯૦ ગુણ તાર્કિક ગણતરીના. બાકીના ૯૦ ગુણ શૈક્ષણિક યોગ્યતાના. જેમા ધોરણ ૭ અને ધોરણ ૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ ૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ ૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

જરૂરી પ્રમાણપત્રોઃ 

(૧) વિદ્યાર્થીના આધારકાર્ડની કોપી 

(૨) સક્ષમ અધિકારી દ્વારા કાઢવામાં આવેલ આવકના દાખલાની પ્રમાણિત નકલ 

(૩) ધોરણ ૭ ની માર્કશીટ 

(૪) સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી દ્વારા આપેલ જાતિના અંગેના પ્રમાણપત્રની નકલ (માત્ર એસ.સી. , એસ.ટી બાળકો માટે) 

(૫) પાસપોર્ટ સાઈઝ ફોટો અથવા તાજેતરનો ક્લીન મોબાઈલ  ફોટો 

(૬) કોરા કાગળમા બાળકની સહી


વધુ માહિતી માટે અહિ ક્લિક કરો. 


ONLINE APPLY CLICK HERE



ટિપ્પણીઓ નથી: