પૃષ્ઠો
HOME
વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ
Monday, October 16, 2023
કરશનપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવાણંદભાઈ ડાંગર હાલ અગ્ર રહસ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ- ચૂંટણી શાખા, સચિવાલય- ગાંધીનગર તરફથી કરશનપર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના વિદ્યાર્થીઓને સરસ મજાની પાવભાજી, છાશ,સલાડનુ ભોજન કરાવવામાં આવ્યું. પરિવાર સાથે શાળાની મુલાકાતે પધારેલા ડાંગર સાહેબે એમના નાનપણમાં એકમાત્ર ઓરડામાં ચાલતી શાળા આજે વિશાળ વટવૃક્ષ બની વિકસતી જોઈ રાજીપો અનુભવ્યો અને જૂના સંસ્મરણો તાજા કર્યા. સાથે સાથે શાળાની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment