પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

બુધવાર, 2 મે, 2018

વર્ષ-૨૦૧૮-૧૯ દરમ્યાન ૪૦૦૦ શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં (કુલ ૨ વર્ગખંડો) "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટના અમલીકરણ બાબતનો પરિપત્ર. ૦૨/૦૫/૨૦૧૮

"જ્ઞાનકુંજ" પ્રોજેકટ (વર્ષ-૨૦૧૮-૧૯) Techno-Savvy Teachers
વ્હાલા શિક્ષકમિત્રો, 

પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યની ૧૬૦૯ શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટનુ અમલીકરણ થયેલ છે.  પાયલોટ અમલીકરણની સફળતા ધ્યાને લઇ વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન બીજા તબક્કામાં વધુ ૪૦૦૦  શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં (કુલ ૨ વર્ગખંડો)   "જ્ઞાનકુંજ" પ્રોજેકટને અમલી બનાવવાનું આયોજન છે.  આથી જે શિક્ષકો ટેક્નોલોજી ના ઉપયોગમા કુશળ અને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ કાર્ય માટે રસ ધરાવે છે તેઓ પોતાની શાળામાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ મેળવવા વિગતવાર ગુગલ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે. 

Google form Reg. Click Here